નવી દિલ્હી: લોકસભામાં ફરી એકવાર હંગામો થયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે આપેલા નિવેદન મામલે વડાપ્રધાનના જવાબની માંગ સાથે કોંગ્રેસ સહિત વિપક્ષી સાંસદોએ હંગામો મચાવતાં મામલો ગરમાયો છે. વિપક્ષી સાંસદો વેલ સુધી ધસી આવતાં લોકસભામાં કાર્યવાહી અટકી હતી. આ ઉપરાંત કર્ણાટકમાં થયેલા રાજકીય નાટક મામલે પણ વિપક્ષે સરકાર સામે દોષનું ઠીકરૂ ફોડ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન ઇમરાન ખાનનો મોટો ખુલાસો, પાકિસ્તાન કે આતંકીસ્તાન? જાણો


કર્ણાટક રાજકીય સંકટ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના કાશ્મીર મુદ્દે અપાયેલા નિવેદન મામલે લોકસભામાં વિપક્ષ દ્વારા હંગામો મચાવાઇ રહ્યો છે. લોકસભામાં બીજા દિવસે પણ આ મામલે ગરમાગરમીનો માહોલ છે. સવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ કોંગ્રેસ અને સાથી પક્ષોએ હોબાળો મચાવ્યો હતો અને આ મામલે વડાપ્રધાન જવાબ આપે એવી માંગ ઉઠાવી હતી. વડાપ્રધાન જવાબ આપે... એવા નારા લગાવી હંગામો મચાવ્યો હતો. 


કોંગ્રેસનું વોક આઉટ
કોંગ્રેસના વોક આઉટ અંગે કેન્દ્રિય રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, કોંગ્રેસ સંસદીય દળના નેતાએ કહ્યું હતું કે, આ મુદ્દાને ઉઠાવવાની મંજૂરી આપવામાં આવે. સત્તા પક્ષ તરફથી જે જવાબ આપવામાં આવશે એ વાત સાંભળવામાં આવશે. વચનભંગ જેવું છે. લોકશાહી વિશ્વાસના ભરોસે ચાલે છે. રાજનાથ સિંહે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે, વાત સાંભળ્યા વગર જ વિપક્ષના સાંસદોએ વોક આઉટ કર્યું છે. 


શૂન્ય કાળમાં રક્ષા મંત્રી આપશે જવાબ
વિપક્ષના હંગામા વચ્ચે સરકાર તરફથી કહેવાયું કે, ટ્ર્મ્પ મામલે રક્ષા મંત્રી શૂન્ય કાળમાં કોંગ્રેસની નોટિસ મામલે જવાબ આપશે. જોકે સરકારના પ્રસ્તાવને વિપક્ષે ફગાવ્યો છે. વિપક્ષ તરફથી કહેવાયું છે કે વડાપ્રધાન પ્રશ્ન કાળમાં લોકસભામાં હાજર હોય છે પરંતુ આજે હજુ સુધી તેઓ આવ્યા નથી. 


ટ્રમ્પે એવું તે શું કહ્યું હતું?
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી મુલાકાતે આવેલા પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન સાથે સોમવારે એક પત્રકાર પરિષદ દરમિયાન દાવો કર્યો હતો કે, વડાપ્રધાન મોદીએ એમને પાકિસ્તાન સાથેના વિવાદને લઇને મધ્યસ્થતા કરવાનો આગ્રહ કર્યો હતો. 


દેશના લેટેસ્ટ ન્યૂઝ માત્ર એક ક્લિક પર જુઓ